શાસ્ત્રીય સંગીતના ઉત્સવ ગણાતા તાના-રીરી મહોત્સવનો આજે બીજો દિવસ છે. વાંસળી વાદક શશાંક સુબ્રમણ્યમ અને પાર્થિવ ગોહિલ જૂથ સંગીતના સૂર રેલાવશે.
તાના-રીરી એવોર્ડથી સન્માનિત શાસ્ત્રીય સંગીતની મહિલા પ્રતિભાઓને અઢી લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર, તામ્રપત્ર અને શાલ અર્પણ કરવામાં આવશે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા તાના-રીરી મહોત્સવમાં દેશના પ્રખ્યાત કલાકારો સંગીતકલા રજૂ કરે છે.