શહીદ દિન અંતર્ગત આજે દેશની સાથે સાથે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે.
30 મી જાન્યુઆરી 1948ના દિવસે દિલ્હીમાં સાંજે પાંચ અને 17 મિનિટે ગાંધીજીની હત્યા કરાઈ હતી. જેથી દર વર્ષે 30 જાન્યુઆરીનાં રોજ તે જ સમયે પોરબંદરમાં બાપુના જન્મ સ્થળ કીર્તિમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થનાસભાનું આયોજન થાય છે.
આ અંગે જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણીએ વધુ માહિતી આપી.
(BYTE — S D Dhanani, Collector)
દરમિયાન આજે તાપી, મહેસાણા, પાટણ, ડાંગ, ભાવનગર, નવસારી જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિવિધ સરકારી કચેરીઓ, મામલતદાર કચેરીઓમાં તેમજ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ ખાતે શહીદો પ્રત્યે ઋણ અદા કરવા શ્રદ્ધા અને સન્માનની ભાવનાથી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.