શક્તિપીઠ અંબાજી ખાતે 12મી થી 18મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂર્ણિમાનો મહામેળો યોજાશે. આ મેળામાં ભાગ લેવા વિવિધ સ્થળેથી માઇભક્તો પદયાત્રા કરી માતાના દ્વારે પહોંચે છે, ત્યારે અમદાવાદના ડો.પંકજ નાગરની 36 વર્ષની અવિરત પદયાત્રાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે. તેઓ સતત 36 વર્ષથી ભાદરવી પૂનમના મેળામાં મા અંબાના દર્શન કરવા આવે છે. તેમણે 1988થી પોતાની પત્ની ગિરા નાગર તેમજ પુત્ર, પુત્રી અને મિત્રો સાથે પદયાત્રા શરૂ કરી હતી. પંકજભાઇએ કોઇ પણ સંજોગોમાં પોતાની પદયાત્રા રોકી નથી અને અડગ શ્રદ્ધા સાથે માના દરબારમાં હાજરી પૂરાવી છે, જેની નોંધ બે વર્ષ અગાઉ લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં પણ લેવામાં આવી હતી.
Site Admin | સપ્ટેમ્બર 8, 2024 3:19 પી એમ(PM)