શક્તિપીઠ અંબાજી ખાતે ૧૨ થી ૧૮મી સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ ભાદરવી પૂનમના મહામેળામાં અંદાજે ૩૨ લાખ ૫૪ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ‘માં અંબા’ને શિશ ઝુકાવ્યું હતું.
મહામેળામાં અંદાજે બે કરોડ ૬૬ લાખ રૂપિયાથી વધુની રોકડ અને ૫૦૦ ગ્રામથી વધુ સોનાનું દાન મળ્યું છે. આ સાત દિવસ દરમિયાન એસ.ટી. બસે કુલ ૧૧ હજાર ૪૫૫ ટ્રીપ કરી હતી. જેમાં ૫ લાખ ૪ હજારથી વધુ માઈ ભક્તોએ અંબાજીની મુસાફરી કરી હતી.. જ્યારે, અંદાજે ૬૧ હજારથી વધુ ભક્તોએ ઉડનખટોલાના માધ્યમથી ગબ્બરે ‘જ્યોત’ ના દર્શન પણ કર્યા હતા.
પદયાત્રીઓ અને લાખો શ્રદ્ધાળુઓ માટે વિવિધ માર્ગોમાં સેવાભાવી નાગરિકો- સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.. આ ઉપરાંત પદયાત્રીઓ માટે મોટી સંખ્યામાં સેવા કેમ્પ શરૂ કરાયા હતા, જેમાં અનેક સેવાભાવી લોકોએ ખડે પગે સેવાઓ આપી હતી.
Site Admin | સપ્ટેમ્બર 19, 2024 8:12 પી એમ(PM) | શક્તિપીઠ અંબાજી
શક્તિપીઠ અંબાજી ખાતે ૧૨ થી ૧૮મી સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ ભાદરવી પૂનમના મહામેળામાં અંદાજે ૩૨ લાખ ૫૪ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ‘માં અંબા’ને શિશ ઝુકાવ્યું
