ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 2, 2024 7:59 પી એમ(PM) | સર્વોચ્ચ અદાલત

printer

શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોની ફરિયાદોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે સર્વોચ્ચ અદાલતે આજે એક સમિતિની રચના કરી

શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોની ફરિયાદોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે સર્વોચ્ચ અદાલતે આજે પંજાબ અને હરિયાણા વડી અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ નવાબ સિંહની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ઉજ્જવલ ભુયાનની બનેલી બેન્ચે સમિતિને એક સપ્તાહમાં તેની પ્રથમ બેઠક યોજવા નિર્દેશ આપ્યો છે.સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, ખેડૂતોનાં મુદ્દોનું રાજકીયકરણ ન કરવું જોઇએ અને સમિતિએ તબક્કાવાર તેનાં પર વિચાર કરવો જોઇએ.અદાલતે જણાવ્યું કે, ખેડૂતો પોતાનું શાંતિપૂર્ણ આંદોલન વૈકલ્પિક સ્થળોએ ખસેડવા માટે મુક્ત છે.અદાલત હરિયાણા સરકારની એ અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાંવડી અદાલતનાં આદેશને પડકારવામાં આવ્યો હતો. વડી અદાલતે હરિયાણા સરકારને એક સપ્તાહની અંદર અંબાલા પાસે શંભુ બોર્ડર પર લગાવાયેલા બેરિકેડ્સ હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. ખેડૂતો 13 ફેબ્રુઆરીથ શંભુ બોર્ડર પર પડાવ નાખીને વિરોધ કરી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ