વૈજ્ઞાનિક ડેવિડ બેકર, જોન જમ્પર અને ડેમિસ હસાબીસને રસાયણ વિજ્ઞાન માટેના ગૌરવપ્રદ નોબેલ પુરસ્કાર અપાશે. પ્રોટીનના માળખાની ડિઝાઇન અંગે વિચારણા અને તેની રચનામાં સફળતા માટે ત્રણ વૈજ્ઞાનિકોને આ પુરસ્કાર અપાશે.
નોબેલ પુરસ્કાર માટેની સમિતિએ જણાવ્યું છે કે, ડેવિડ બેકરે તદ્દન નવા પ્રકારના પ્રોટીનનું નિર્માણ કર્યું છે. તેમજ જોન જમ્પર અને ડેમિસે આશરે 50 વર્ષ જૂની સમસ્યાનો ઉકેલ મેળવવા પ્રોટીનની સંકુલ રચના માટે કૃત્રિમ બુધ્ધિમતાનું મોડેલ વિકસાવ્યું છે.
શ્રી ડેવિડ બેકર વોશિંગ્ટન યુનિવર્સિટી જ્યારે શ્રી હસાબીસ અને શ્રી જમ્પર લંડનમાં કામગીરી કરી રહ્યા છે.
Site Admin | ઓક્ટોબર 9, 2024 7:55 પી એમ(PM)