વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ-CSIR એ પેરાસિટામોલનું ઉત્પાદન કરવા માટે એક સ્વદેશી ટેક્નોલોજી વિકસાવી હોવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીમાં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગના સ્થાપના દિવસ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતાં, તેમણે કહ્યું કે આ નવીન પહેલનો હેતુ ભારતને પેરાસિટામોલ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા અને આ દવા બનાવવા માટે આયાતી ઘટકો પર નિર્ભરતા ઘટાડવાનો છે. તેમણે કહ્યું કે, બિનપરંપરાગત અને દવા-પ્રતિરોધક બેક્ટેરિયાની સારવાર માટે એન્ટિબાયોટિક-નાફિથ્રોમાસીન જેવી દવાઓ વિકસાવવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 5, 2025 7:39 પી એમ(PM)