ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 7, 2025 9:39 એ એમ (AM) | બીચ

printer

વેરાવળ ચોપાટી ખાતે એસ.પી.બંગલો અને કલેક્ટર બંગલો વચ્ચેના કોરિડોરમાં નવો બીચ વિક્સાવવામાં આવશે

વેરાવળ ચોપાટી ખાતે એસ.પી.બંગલો અને કલેક્ટર બંગલો વચ્ચેના કોરિડોરમાં નવો બીચ વિક્સાવવામાં આવશે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગઇ કાલે અંદાજીત એક કરોડ 34 લાખ રૂપિયાનાં ખર્ચે બે વિકાસકામોનું ખાતમૂહુર્ત કર્યું હતું. આગામી એક મહિનાની અંદર સી.સી.રોડ અને પેવર બ્લોકના કામથી વેરાવળ ચોપાટી ખાતેના રોડનું 68 લાખ રૂપિયાનાં ખર્ચે વિસ્તૃતિકરણ કરી આ રસ્તાનું સૌંદર્યીકરણ કરવામાં આવશે,
જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, વેરાવળમાં સામાન્ય નાગરિકને બીચનો આનંદ લેવો હોય તો સોમનાથ સુધી જવું પડે છે. તેના બદલે વેરાવળમાં જ બીચનો વિકાસ કરવામાં આવતાં લોકોને આનંદ-પ્રમોદનું એક નવું નજરાણું મળશે.
આ ઉપરાંત શ્રી જાડેજાએ પ્રભાસ પાટણ ખાતે આવેલા ત્રિવેણી સંગમ રોડ પર પેવર બ્લોક અને ટ્રીપ્લાન્ટેશન વર્કના 66 લાખ 28 હજાર રૂપિયાનાં કામનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.
સોમનાથ ખાતે હિરણ કપિલા અને સરસ્વતી એમ ત્રણ નદીઓના ત્રિવેણી સંગમ પાસે પાર્કિંગની સમસ્યાનો ઉકેલ આવે તે માટે પેવર બ્લોક અને નયનરમ્ય ટ્રી પ્લાન્ટેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ