ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 24, 2024 7:13 પી એમ(PM)

printer

વીજાપુર તાલુકામાં છેલ્લાં 24 કલાકમાં આઠ ઇંચ અને વિસગનરમાં સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો

રાજ્યમાં વિવિધ સ્થળોએ વરસાદ નોંધાયો છે ત્યારે મહેસાણા જિલ્લાનાઅમારા પ્રતિનિધિ જણાવે છે કે,  વીજાપુર તાલુકામાં છેલ્લાં 24 કલાકમાં આઠ ઇંચ અને વિસગનરમાં સવા ત્રણ ઇંચવરસાદ પડ્યો છે. આ ઉપરાંત, મહેસાણા. ખેરાલુ, કડીસહિતનાં તાલુકાઓ માં વરસાદ પડયો છે. નર્મદા જિલ્લા ના અમારા પ્રતિનિધિ જણાવેછે કે 10 ઓગસ્ટથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવકવધતા રિવરબેડ પાવરહાઉસ શરૂ કર્યા બાદ 11 ઓગસ્ટથી દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણેગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો  થયો છે. તાપી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવેછે કે સોનગઢમાં ડોસવાડાખાતે આવેલ ડોસવાળા ડેમ આ વર્ષે વરસાદ ની સીઝનમાં બીજી વાર ઓવર ફ્લો થયો છે .વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવેછે કે ધરમપુર તાલુકામાં દિવસ દરમિયાન પાંચ ઇંચવરસાદ નોંધાયો હતો જ્યારે પારડી ઉમરગામ અને વાપી તાલુકામાં ચાર ઇંચ થી વધુ વરસાદનોંધાયો હતો. છોટા ઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે વડોદરા – છોટા ઉદેપુર નેશનલ હાઇવે નંબર 56 પર જેતપુર પાવી પાસે ભારજ નદી પર નુંડાયવર્ઝન ધોવાતા હાઇવે રોડ નું ડાયવર્ઝન અપાયું છે સુરત જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે  કે  સુરતમાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદવરસી રહ્યો છે, જેમાં ઉમરપાડામાં  સવારે આઠ થી  બપોરના બાર વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે અત્યાર સુધીમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડકપ્રસરી છે.ત્યારે  ધોધમાર વરસાદને લીધે નદી-નાળાઓ પણ  છલકાયા છે. 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ