વિસરાઈ રહેલી લોકકલા- લોકસંસ્કૃતિ- લોકનૃત્યો અને લોકવાનગીને મુખ્યધારામાં લાવવા માટે આવતીકાલથી કર્ણાવતી લોકમંથન કાર્યક્રમ યોજાશે. બે દિવસીય આ કાર્યક્રમમાં વિવિધ નૃત્ય, સંગીત, વાજિંત્ર વાદન, નાટક, ભવાઇ, ગરબા રજૂ કરવામાં આવશે તેમજ વાચિકમ અને સંવાદ સત્ર યોજાશે.
ભારતીય વિચાર મંચ અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા 21 અને 22 ઓક્ટોબરે શ્યામા પ્રસાદ મુખર્જી સભાગૃહ, ગુજરાત યુનિવર્સિટી ખાતે આ કાર્યક્રમ યોજાશે
નાગરિકો બપોરે 2 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી અને 22 ઓક્ટોબરે સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ કાર્યક્રમની નિઃશુલ્ક મુલાકાત લઈ શકશે તેમ ભારતીય વિચાર મંચના સહમંત્રી જ્વનિલ દ્વિવેદીએ જણાવ્યું હતું,
Site Admin | ઓક્ટોબર 20, 2024 7:12 પી એમ(PM)