ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

વિશ્વ રેડિયો દિવસની પૂર્વસંધ્યાએ આજે આકાશવાણી દિલ્હી ખાતે “રાગ રેડિયો રંગ રેડિયો” કાર્યક્રમ યોજાયો

વિશ્વ રેડિયો દિવસની પૂર્વસંધ્યાએ આજે આકાશવાણી દિલ્હીના પંડિત રવિશંકર સ્ટુડિયો ખાતે રાગ રેડિયો રંગ રેડિયો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પેનલ ચર્ચાઓ યોજાઈ હતી. જેમાં રંગમંચ અને ફિલ્મ કલાકાર યોગેન્દ્ર ટીકુ, શાસ્ત્રીય સંગીત ગાયિકા સીતા વસંત લક્ષ્મી અને રેડિયો સંવાદ લેખક ડૉ.સુભાષ ચંદ્રા, રેડિયો જોકી રીતુ રોય અને આકાશવાણીના ભૂતપૂર્વ અધિક
મહાનિર્દેશક યોગેન્દ્ર પાલ ઉપસ્થિત રહ્યા હતા. ટકાઉ  વિકાસ માટે ડિજિટલ રેડિયો વિષય પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આકાશવાણીના મહાનિયામક ડૉ. પ્રજ્ઞા પાલીવાલ ગૌડે મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે મહેમાનોએ તેમની કલા દ્વારા રેડિયોના વારસાને આગળ ધપાવ્યો છે. (બાઇટ – ડૉ. પ્રજ્ઞા પાલીવાલ ગૌડે, મહાનિયામક આકાશવાણી​)

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ