વિશ્વ બ્રેઈલ દિવસની ઉજવણી અંતર્ગત નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઈન્ડ દ્વારા આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમમાં નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઈન્ડના જનરલ સેક્રેટરી એસ કે રૂંગટાએ જણાવ્યું હતું કે આજકાલ ટેકનોલોજીના આગમન સાથે લોકો બ્રેઈલનો વિકલ્પ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે બ્રેઈલને બધા માટે સુલભ બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ.
વિશ્વ બ્રેઈલ દિવસ નિમિત્તે આજે દેશભરના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે બ્રેઈલ વાંચન, લેખન અને ડિબેટ જેવી રાષ્ટ્રીયકક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું.
Site Admin | જાન્યુઆરી 4, 2025 2:24 પી એમ(PM)