ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 19, 2025 8:32 એ એમ (AM) | વિશ્વ બેંકે

printer

વિશ્વ બેંકે ભારત માટે 6.7 ટકાના વિકાસ દરનો અંદાજ લગાવ્યો

વિશ્વ બેંકે ભારત માટે 6.7 ટકાના વિકાસ દરનો અંદાજ લગાવ્યો છે, જે વૈશ્વિક વિકાસ દર કરતા 2.7 ટકા વધુ છે. વિશ્વ બેંકના ગ્લોબલ ઇકોનોમિક પ્રોજેક્શન્સ – GEP અહેવાલના જાન્યુઆરી 2025 ના સંસ્કરણમાં જણાવાયું છે કે ભારત આગામી બે નાણાકીય વર્ષ સુધી સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકેનું સ્થાન જાળવી રાખશે.. GEP રિપોર્ટ સરકારની સેવા ક્ષેત્રને મજબૂત બનાવવા અને ઉત્પાદન આધારને પુનર્જીવિત કરવા માટેની પરિવર્તનકારી પહેલોને આભારી છે. માળખાગત સુવિધાઓના આધુનિકીકરણથી લઈને કરવેરા સરળ બનાવવા સુધીના આ પગલાં સ્થાનિક વિકાસને વેગ આપી રહ્યા છે અને ભારતને વૈશ્વિક આર્થિક સ્થિરતા તરીકે સ્થાપિત કરી રહ્યા છે. અહેવાલમાં એવો પણ અંદાજ છે કે ચીનનો આર્થિક વિકાસ આવતા વર્ષે ધીમો પડીને 4 ટકા થશે. અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મજબૂત શ્રમ બજાર, ધિરાણની વધતી જતી પહોંચ અને દેશમાં ઓછા ફુગાવાના કારણે ખાનગી વપરાશમાં પણ વધારો થવાની ધારણા છે. વિશ્વ બેંકના અહેવાલની પ્રશંસા કરતા, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) અને વિશ્વ આર્થિક દૃષ્ટિકોણ (WEO) એ પણ ભારતની મજબૂત આર્થિક પ્રગતિની પુષ્ટિ કરી છે. IMF એ અંદાજ લગાવ્યો છે કે નાણાકીય વર્ષ 2025 અને 2026 માટે ભારતનો વિકાસ દર સાડા છ ટકા રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ