વિશ્વ બેંકે કહ્યું છે કે, પડકારજનક વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા માટે મધ્યમ ગાળાનો દૃષ્ટિકોણ સકારાત્મક છે. વિશ્વ બેંકના તાજેતરના ભારત વિકાસ અહેવાલ – “બદલતા વૈશ્વિક સંદર્ભમાં ભારતની વ્યાપાર તકો” અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં વિકાસ દર 7 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. 2025-26 અને 2026-27માં પણ તે મજબૂત રહેવાની ધારણા છે.
એક અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે, ભારત ખૂબ જ ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે અને નાણાકીય વર્ષ 2023-2024માં તે 8.2 ટકાની ઝડપી ગતિએ વૃદ્ધિ પામવાનો અંદાજ છે. આ દરમિયાન, વિશ્વ બેંકના ભારતના નિદેશક ઓગસ્ટે તાનો કૌમેએ ભારપૂર્વક જણાવ્યું કે, ઘટતા ફુગાવા સાથે ભારતની મજબૂત વૃદ્ધિની સંભાવનાઓ ગરીબી ઘટાડવામાં મદદ કરશે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 10:46 એ એમ (AM) | #IndiaGrowth #India #Economy #akashvaninews #akashvani | #WorldBank