વિશ્વ બૅન્કે એપ્રિલમાં શરૂ થનારા નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 6.7 ટકાના દરથી વધવાનું અનુમાન વ્યક્ત કર્યું છે, જે પ્રવર્તમાન નાણાકીય વર્ષના વૃદ્ધિ દરથી સામાન્ય વધારે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાના વૃદ્ધિ દરના અનુમાન સંબંધિત વિશ્વ બૅન્કનો આ અહેવાલ ગઈકાલે જાહેર કરાયો હતો, જેમાં પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનું અનુમાન દર્શાવાયું છે.
ભારતનું સેવા ક્ષેત્ર સ્થિર રીતે વધવાની શક્યતા છે. સરકારના સહકારથી ઉત્પાદન ક્ષેત્રમાં સુધારો થશે. વર્ષ 2023થી વૈશ્વિક GDP એટલે કે, કુલ સ્થાનિક ઉત્પાદનનો વૃદ્ધિ દર 2.7 ટકા પર સ્થિર યથાવત્ છે. વિશ્વ બૅન્કના જણાવ્યા મુજબ, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે યથાવત્ રહેશે. ત્યારબાદ ચીનનું સ્થાન છે, જેનો વૃદ્ધિ દર પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં સાડા ચાર ટકા રહેવાનું અનુમાન છે.
Site Admin | જાન્યુઆરી 17, 2025 2:20 પી એમ(PM) | વિશ્વ બૅન્ક