ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 19, 2025 8:16 એ એમ (AM) | મોઢેરા સૂર્યમંદિર

printer

વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે નૃત્ય પર્વ ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ થયો.

વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે નૃત્ય પર્વ ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ થયો છે. શિલ્પ, સ્થાપત્ય સંસ્કૃતિ અને કળાને જીવંત રાખવા દર વર્ષે મહેસાણાના મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાય છે.મહોત્સવમાં પ્રથમ દિવસે દિલ્હીના સુશ્રી વાણી માધવ દ્વારા ઓડિસી નૃત્ય, તામિલનાડુના કૃપા રવિ દ્વારા ભરત નાટ્યમ્ અને વડોદરાના ઐશ્વર્યા વારિઅર દ્વારા મોહિનીઅટ્ટમ તેમજ અમદાવાદના બિનલ વાળા દ્વારા કથક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ઘૂંઘરના નાદથી નયનરમ્ય નઝારો સર્જાયો હતો.
આ પ્રસંગે અગ્ર સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, મોઢેરાના સૂર્યમંદિરમાં ભારતીય જીવનશૈલીનું અને શિલ્પનું દર્શન થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ