વિશ્વ પ્રસિદ્ધ પુરી જગન્નાથ યાત્રાનો આજે બીજો દિવસ છે. ગઈકાલે સંધ્યા બાદ પરંપરા અનુસાર ભગવાન જગન્નાથ, ભગવાન બાલભદ્ર અને દેવી સુભદ્રા તેમજ ભગવાન સુદર્શનના રથને ગ્રાન્ડ ટ્રન્ક રોડ પર અટકાવી દેવાયા હતા. ખલાસીઓ આજે આ રથોને ખેંચીને તેમને ગુંડિચા મંદિર તરફ દોરી રહ્યા છે.
દરમિયાન ગઈકાલે રથયાત્રામાં મચેલી નાસભાગમાં ગૂંગળાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે કે કેટલાક લોકોને ઘવાયા હતા. રાજ્ય સરકારે મૃતકો માટે 4 લાખની સહાય જ્યારે કે ઇજાગ્રસ્તોને મફત સારવારની જાહેરાત કરી છે.
Site Admin | જુલાઇ 8, 2024 2:22 પી એમ(PM) | જગન્નાથ યાત્રા | પુરી