વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર ખાતે આજથી બે દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ યોજાશે..ભરત નાટ્યમ, ઓડીસી, કુચીપૂડી, મોહિની અટ્ટમ, કથ્થક જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વ વિખ્યાત કલાકારો આ બે દિવસ દરમિયાન કલાની પ્રસ્તુતિ કરશે.
મોઢેરાનું સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેના પરિણામે સૂર્યમંદિરના પરિસરમાં આ ઉત્સવ ઉજવાય છે.
ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ભવ્ય-ગુરૂ શિષ્ય પરંપરાનો પરિચય લોકોમાં વ્યાપક બને તે હેતુથી આ ઉત્તરાર્ધ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 8:19 એ એમ (AM) | મોઢેરા સૂર્યમંદિર