પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, વિશ્વ પર્યાવરણ અને સશક્તિકરણ માટે ફેશનનો અભિગમ અપનાવી રહ્યું છે અને આ સંદર્ભમાં ભારત આગેવાની લઈ શકે છે. તેમણે ખાદી અને આદિવાસી કાપડને ટાંકતા જણાવ્યું કે, સાતત્યતા એ ભારતીય કાપડ પરંપરાનો હિસ્સો રહ્યો છે.
ગઈ કાલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025 ખાતે ઉપસ્થિતોને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારતની પરંપરાગત સાતત્યપૂર્ણ ટેકનિકમાં હવે અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, જેનો લાભ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારો, વણકરો અને કરોડો મહિલાઓને થઈ રહ્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, સરકાર 2030 સુધીમાં કાપડ નિકાસને હાલના ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધારીને નવ લાખ કરોડ રૂપિયા કરવાનું લક્ષ્ય રાખે છે.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 2:10 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
વિશ્વ પર્યાવરણ અને સશક્તિકરણ માટે ફેશનનો અભિગમ અપનાવી રહ્યું છે અને આ સંદર્ભમાં ભારત આગેવાની લઈ શકે છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
