વિશ્વ ટપાલ દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મુન્દ્રા પોર્ટના 25 વર્ષની વિકાસયાત્રાના પ્રતીકરૂપે સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું.
દેશના મહત્વના વ્યાપારી બંદર તરીકે મુન્દ્રા પોર્ટની વિકાસયાત્રાને દર્શાવતી સ્મારક ટપાલ ટિકિટ “પ્રગતિના 25 વર્ષ – મુન્દ્રા પોર્ટ” શીર્ષક સાથે પ્રસ્તુત કરવામાં આવી છે. દેશના મેરિટાઈમ સેક્ટર અને આર્થિક વિકાસમાં મુન્દ્રા પોર્ટના 25 વર્ષના યોગદાનની ઉજવણી અંતર્ગત ભારતીય પોસ્ટ વિભાગે આ ટપાલ ટિકિટ જારી કરી છે.
આ વિશેષ સ્મારક ટપાલ ટિકિટ વિમોચન પ્રસંગે ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ સાવલેશ્વરકર, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Site Admin | ઓક્ટોબર 9, 2024 7:40 પી એમ(PM)