વિશ્વ જળ દિવસ નિમિત્તે હરિયાણાના પંચકુલામાં બહુપ્રતિક્ષિત જળશક્તિ અભિયાન- કેચ ધ રેઈન 2025નો પ્રારંભ થયો. આ અભિયાન જળશક્તિ મંત્રાલય, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તથા હરિયાણા સરકારના સહયોગથી શરૂ થયું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર.પાટીલ અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની ઉપસ્થિત રહ્યાં.
જળ સંરક્ષણ માટે દેશભરમાં જાગૃતિ લાવવાનો આ પહેલનો ઉદ્દેશ છે. આના થકી ‘દરેક ટીપું મહત્વનું છે’ તે સ્વપ્ન પૂર્ણ કરી શકાશે.
Site Admin | માર્ચ 22, 2025 1:39 પી એમ(PM)
વિશ્વ જળ દિવસ નિમિત્તે હરિયાણાના પંચકુલામાં જળશક્તિ અભિયાન- કેચ ધ રેઈન 2025નો પ્રારંભ
