વિશ્વ ક્રિકેટમાં બૂમરાહે ગુજરાતનો ડંકો વગાડ્યો છે.. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને તમામ ફોર્મેટમાં તેમના અસાધારણ પ્રદર્શન બદલ ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2024 માટે પ્રતિષ્ઠિત સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા છે. બુમરાહ આ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યા છે, અગાઉ રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર , રવિચંદ્રન અશ્વિન અને વિરાટ કોહલીને આ એવોર્ડ મળી ચૂક્યો છે..
બુમરાહે 2024 માં USA અને વેસ્ટ ઈન્ડિઝમાં આયોજિત ભારતની T20 વર્લ્ડકપ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ 15 વિકેટો સાથે ટુર્નામેન્ટના સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા. કારણ કે, ભારતે ફાઇનલમાં
દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રોફી જીતી હતી. ટેસ્ટ ક્રિકેટમાં, બુમરાહનું વર્ષ પણ એટલું જ પ્રભાવશાળી રહ્યું, તેમણે 13 મેચમાં 71 વિકેટ લીધી, જે 2024માં કોઈપણ બોલર દ્વારા લેવામાં આવેલી સૌથી વધુ વિકેટ છે. ભારતની તમામ ફોર્મેટમાં સફળતામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું.
આ અઠવાડિયાની શરૂઆતમાં, બૂમરાહે ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ પણ જીત્યો, જેનાથી વર્ષના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક તરીકે તેમનું સ્થાન વધુ મજબૂત બન્યું.
Site Admin | જાન્યુઆરી 29, 2025 11:20 એ એમ (AM)
વિશ્વ ક્રિકેટમાં બૂમરાહે ગુજરાતનો ડંકો વગાડ્યો છે
