વિશ્વ આરોગ્ય સંસ્થા- WHOએ મંકીપોક્સ રોગના નિદાન માટે પ્રથમ નિદાન પરીક્ષણને મંજૂરી આપી છે. અનેક દેશોમાં રોગના કેસો વધતાં ઝડપી અને સચોટ પરીક્ષણની માંગને જોતાં WHOએ આ નિર્ણય લીધો છે.
અત્યાર સુધીમાં, મંકીપોકસના 30 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 800થી વધુ લોકોના મોત થયા છે. આફ્રિકા સંઘના રોગ નિયંત્રણ કેન્દ્ર અનુસાર આ રોગ 16 દેશોમાં જોવા મળ્યો છે, જેની સૌથી વધુ અસર કોંગોમાં જોવા મળી છે.
આ રોગ ચેપગ્રસ્ત પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાયેલા વાયરસને કારણે થાય છે. તેના લક્ષણોમાં તાવ, સ્નાયુમાં દુખાવો અને ચામડી પર ઘા થવા સહિતનો સમાવેશ થાય છે.
Site Admin | ઓક્ટોબર 5, 2024 2:29 પી એમ(PM)