વિશ્વ આરોગ્ય સંસ્થા-WHOએ મંકીપૉક્સ રોગને આંતરરાષ્ટ્રીય આરોગ્ય ઇમરજન્સી જાહેર કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ આજે મંકીપોક્સ રોગ અંગે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં શ્રી નડ્ડાએ મંકીપોક્સના લક્ષણો દેખાય તો રોગના ફેલાવાને રોકવા તેમજ તેને નિયંત્રિત કરવા જરૂરી પગલાં ભરવાના આદેશ આપ્યા હતાં. બેઠકમાં દેશનાં તમામ હવાઇમથક, દરિયાઈ બંદરો સહિત તમામ સંવેદનશીલ સ્થળોએ મંકીપોક્સનાં કેસો શોધવા તેમજ આરોગ્ય સુવિધાઓ વધુ સુસજ્જ કરવા સહિતનાં નિર્ણયો લેવાયા હતાં.
આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા એ જણાવ્યું હતું કે, ભારતમાં હજુ સુધી મંકીપૉક્સનો એકપણ કેસ નોંધાયો નથી, તેમજ આ સામાન્ય ચેપગ્રસ્ત રોગ હોવાથી તેની અસર બે થી ચાર અઠવાડિયા સુધી રહે છે.. જો દર્દી પૂરતી તકેદારી રાખે તો ઝડપથી સ્વસ્થ થઇ શકે છે.
Site Admin | ઓગસ્ટ 17, 2024 8:19 પી એમ(PM)