ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 14, 2024 8:30 પી એમ(PM)

printer

વિશ્વિક નેતાઓ એ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે

વિશ્વિક નેતાઓ એ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે હુમલાને રાજકીય હિંસા ગણાવતા તેની ટિકા કરી છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના ઝડપી સ્વસ્થ થવા અંગે પ્રાર્થના કરી.
અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ટ્રમ્પ પર થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે દેશમાં આ પ્રકારની હિંસાને કોઈ સ્થાન નથી.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું છે કે આપણા લોકતંત્રમાં રાજકીય હિંસા માટે કોઈ સ્થાન નથી.
પ્રધાનમંત્રી મોદીએ પણ હુમલાને વખોડી કાઢતા લખ્યું છે કે લોકશાહીમાં આવી હિંસાને કોઈ સ્થાન નથી.
આ તરફ બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે હુમલા અંગે દુ:ખ વ્યક્ત કરતા સોશિયલ મીડ઼િયા પોસ્ટમાં લખ્યું છે કે કોઈ પણ પ્રકારની રાજકીય હિંસાને આપણા સમાજમાં સ્થાન નથી.
ઇટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર ચિંતા વ્યક્ત કરતા લખ્યું છે કે ચૂંટણી અભિયાન દરમિયાન નફરત અને હિંસાને સંવાદ તેમજ જવાબદારીથી ખતમ કરી શકાય છે.
ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ ટ્રમ્પ પર થયેલા હુમલાથી સ્તબ્ધ છે. તેમણે એક પોસ્ટમાં ટ્રમ્પની સુરક્ષા અને ત્વરીત સ્વસ્થ થવા અંગે પ્રાર્થના કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ