મહારાષ્ટ્રના પુણેમાં આયોજીત છઠ્ઠા વાર્ષિક એશિયા આર્થિક સંવાદના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે, વિશ્વભરના વિવિધ દેશો વચ્ચે સંઘર્ષો ચાલી રહ્યા છે ત્યારે ટકાઉ વિકાસ હાંસલ કરવો પડકારજનક બન્યો છે. તેમણે ભાર મૂક્યો કે, છેલ્લા 11 વર્ષોમાં સરકારે મૂળભૂત સુવિધાઓને સુધારવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ કાર્યક્રમ વિદેશમંત્રાલય અને પુણે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યો છે.
ત્રણ દિવસીય પરિષદમાં ઓસ્ટ્રેલિયા, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, જાપાન, નેપાળ, નેધરલેન્ડ, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના નીતિ નિર્માતાઓ, શિક્ષણવિદો અને ઉદ્યોગ નિષ્ણાતો ભેગા થયા છે. જે એશિયામાં મહત્વપૂર્ણ આર્થિક અને વિકાસલક્ષી પડકારો પર ચર્ચા કરી રહ્યા છે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 9:50 એ એમ (AM)
વિશ્વભરના વિવિધ દેશો વચ્ચે સંઘર્ષો ચાલી રહ્યા છે ત્યારે ટકાઉ વિકાસ હાંસલ કરવો પડકારજનક બન્યો છે. – કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ
