વિશ્વની પાંચ સૌથી મોટી કોલસાની ખાણોમાંથી બે ભારતમાં હોવાનું કેન્દ્રીય કોલસા મંત્રાલયે જણાવ્યું છે. છત્તીસગઢ સ્થિત ગેરવા અને કુસમુન્ડા નામની આ બંને ખાણોનું સંચાલન કોલ ઇન્ડિયા સબ્સિડરી સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડ દ્વારા કરાઈ રહ્યું છે. વર્લ્ડ એટલાસ ડોટ કોમના અહેવાલ અનુસાર ગેરવા વિશ્વની બીજી સૌથી મોટી જ્યારે કુસમુન્ડા વિશ્વની ચૌથી સૌથી મોટી ખાણ છે.
વર્ષ 1981થી કાર્યરત ગેરવા ખાણની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 7 કરોડ ટન છે. ગત વર્ષે આ ખાણમાંથી 5.90 કરોડ ટન કોલસાનું ઉત્પાદન થયુ હતું. તેમાં આગામી દાયકા માટે દેશની ઊર્જા જરૂરિયાતો પૂર્ણ કરવા માટે જરૂરી કોલસાનો ભંડ઼ાર છે. તો કુસમુન્ડા ખાણમાં ગત વર્ષે 5 કરોડ ટનથી વધુ કોલસાનું ઉત્પાદન થયું હતું.
Site Admin | જુલાઇ 18, 2024 8:15 પી એમ(PM) | કોલસા