વિશેષ ઓલિમ્પિક્સ વિશ્વ શિયાળું રમતના બીજા દિવસે ભારતે 2 સુવર્ણ, 2 રજત અને એક કાંસ્ય ચંદ્રક સહિત પાંચ ચંદ્રક જીત્યા છે. સ્નોબૉર્ડિંગમાં ભારતીએ નૉવિસ સ્લેલમ ફાઈનલમાં સુવર્ણ અને હર્ષિતા ઠાકુરે આ જ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
જ્યારે અલ્પાઈન સ્કીઈંગમાં નિર્મળા દેવીએ સુવર્ણ અને રાધા દેવીએ ઈન્ટરમીડિએટ જાયન્ટ્સ સ્લેલમ ફાઈનલમાં રજત ચંદ્રક જીત્યો છે. બીજી તરફ અભિષેક કુમારે નૉવિસ જાયન્ટ સ્લેલમ ફાઈનલમાં રજત ચંદ્રક જીત્યો છે. આ સાથે ભારતીય ટીમે અત્યાર સુધી કુલ નવ ચંદ્રક પોતાના નામે કર્યા છે.
Site Admin | માર્ચ 13, 2025 7:59 પી એમ(PM)
વિશેષ ઓલિમ્પિક્સ વિશ્વ શિયાળું રમતના બીજા દિવસે ભારતે 2 સુવર્ણ, 2 રજત અને એક કાંસ્ય ચંદ્રક સહિત પાંચ ચંદ્રક જીત્યા છે.
