વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર આજે સવારે ઊભી રહેલી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી. ત્યારબાદ અધિકારીઓએ યાત્રીઓને તાત્કાલિક બહાર મોકલ્યાં હતાં. અગ્નિશામક દળના જવાનો આગને કાબૂમાં લેવામાં સફળ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે વિશાખાપટ્ટનમ રેલ્વે સ્ટેશનની નજીકમાં કેટલાક એસી કોચમાં આગ લાગી હતી. અધિકારીઓની ત્વરિત કામગિરીનાં કારણે મોટો અકસ્માત નિવારી શકાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ અને ઈજા થઈ નથી.