વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળો, કેન્દ્રીય પોલીસ સંગઠનોના 463 કર્મચારીઓને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક એનાયત કરાયા છે. આ ચંદ્રક વિશેષઅભિયાન, તપાસ, ગુપ્તચર શાખાઅને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રમાં ઉત્તમ કાર્યને બિરદાવવા, ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહિત કરવા અને મનોબળને મજબૂત બનાવવા માટે અપાયછે. ગુજરાતમાંથી છ અને કેન્દ્રશાસિત દમણ અને દીવમાંથી બે પીએસઆઇની પસંદગી કરવામાંઆવી છે.આ વર્ષે પ્રથમ વાર આ ચંદ્રક જાહેર કરવામાં આવ્યા છે. દર વર્ષે 31 ઓક્ટોબરેસરદાર પટેલની જન્મજયંતીએ આ ચંદ્રક એનાયત કરવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 31, 2024 7:48 પી એમ(PM) | પોલીસ