ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 31, 2024 7:47 પી એમ(PM)

printer

વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, કેન્દ્રીય પોલીસ સંગઠનોના 463 કર્મચારીઓને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક એનાયત કરાયા છે

વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, કેન્દ્રીય પોલીસ સંગઠનોના 463 કર્મચારીઓને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક એનાયત કરાયા છે. આ ચંદ્રક વિશેષ અભિયાન, તપાસ, ગુપ્તચર શાખા અને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રમાં ઉત્તમ કાર્યને બિરદાવવા, ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહિત કરવા અને મનોબળને મજબૂત બનાવવા માટે અપાય છે. ગુજરાતમાંથી છ અને કેન્દ્રશાસિત દમણ અને દીવમાંથી બે પીએસઆઇની પસંદગી કરવામાં આવી છે.
આ વર્ષે પ્રથમ વાર આ ચંદ્રક જાહેર કરવામાં આવ્યા છે. દર વર્ષે 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતીએ આ ચંદ્રક એનાયત કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ