વિવિધ ક્ષેત્રના અસંખ્ય લોકોએ કેરળના જાણીતા લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એમ.ટી. વાસુદેવન નાયરને વિદાય આપી હતી.
આજે સાંજે કોઝિકોડમાં વાસુદેવન નાયરના નશ્વર દેહને માવૂર રોડ સ્મશાનગૃહમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શન કરવા માટે એકઠા થયા હતા. વાસુદેવનને વિદાય આપનારાઓમાં અગ્રણી બૌદ્ધિકો, સાહિત્યિક હસ્તીઓ, જાણીતા ફિલ્મ હસ્તીઓ અને રાજકીય નેતાઓ હતા, જેમની રચનાઓએ સમકાલીન મલયાલમ સાહિત્ય અને સિનેમા પર અમીટ છાપ છોડી હતી.
Site Admin | ડિસેમ્બર 26, 2024 7:52 પી એમ(PM) | એમ.ટી. વાસુદેવન