ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 11, 2024 1:55 પી એમ(PM)

printer

વિયેતનામમાં વાવાઝોડા યાગીને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં 141 લોકોના મોત – 59 લોકો ગુમ

વિયેતનામમાં, સુપર ટાયફૂન યાગીને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 141 લોકોના મોત થયા છે, જ્યારે 59 અન્ય લોકો ગુમ છે.
વિયેતનામના નેશનલ સેન્ટર ફોર હાઈડ્રો-મીટીરોલોજીકલ ફોરકાસ્ટિંગે જણાવ્યું હતું કે, રાજધાની હનોઈમાં રેડ રિવર પર પૂરનું સ્તર ભયજનક બન્યું છે.સરકારે થાઓ નદીઓની વધી રહેલી સપાટીને કારણે ભયની ચેતવણી પણ જારી કરી છે.
વાવાઝોડું શનિવારે વિયેતનામના ઉત્તરપૂર્વીય દરિયાકાંઠે ટકરાયું હતું, આ ચક્રવાતે ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારોમાં મોટાપાયે વિનાશ વેર્યો હતો. ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન થયું હતું. આ વાવાઝોડુ અગાઉ ફિલિપાઇન્સ અને દક્ષિણ ચીનના ટાપુ હૈનાનમાં ત્રાટક્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ