વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ ભારતની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે આજે રાત્રે નવી દિલ્હી પહોંચશે. તેમની સાથે અનેક મંત્રીઓ અને ટોચના ઉદ્યોગપતિઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. શુક્રવારે વિયેતનામના પ્રધાનમંત્રીનું રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ પણ જશે. પ્રધાનમંત્રી મિન્હ ચિન્હ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. શ્રી મોદી તેમના સન્માનમાં ભોજનનું પણ આયોજન કરશે. વિયેતનામના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ મળવાના છે. વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર વિયેતનામના વડાપ્રધાનને મળશે.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત અને વિયેતનામ વચ્ચે સદીઓ જૂના ઐતિહાસિક સંબંધો છે.
Site Admin | જુલાઇ 30, 2024 8:02 પી એમ(PM) | પ્રધાનમંત્રી