વિમ્બલ્ડન ટેનિસની મેન્સ સિંગલની ફાઇનલ આજે વિશ્વના બીજા નંબરના ખેલાડી નોવાક જોકોવિચ અને ગત ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ વચ્ચે રમાશે. વિમ્બલ્ડનની ફાઇનલમાં અલ્કારાઝનો આ બીજો મૂકાબલો છે. જ્યારે નોવાક જોકોવિચ સાત વખતનો ચેમ્પિયન છે. સર્બિયાનો ઓલ ટાઈમ ગ્રેટ નોવાક જોકોવિચ, રોજર ફેડરરના આઠ વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સ ટાઇટલના રેકોર્ડની બરોબરી કરવા મેદાનમાં ઉતરશે.
જ્યારે મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં, સાતમી ક્રમાંકિત તાઇવાનની જાન ઝિલિન્સ્કી અને હસિહ સુ-વેઇની જોડી આજે સાંજે મેક્સિકન જોડી સેન્ટિયાગો ગોન્ઝાલેઝ અને જિયુલિયાના ઓલ્મોસ સામે ટકરાશે.
અગાઉ, ચેક રિપબ્લિકની બાર્બોરા ક્રેજિકોવાએ ગઈકાલે સાંજે ઇટાલીની જાસ્મિન પાઓલિનીને 6-2, 2-6, 6-4થી હરાવીને તેનું પ્રથમ વિમ્બલ્ડન મહિલા સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું.
Site Admin | જુલાઇ 14, 2024 2:14 પી એમ(PM)
વિમ્બલ્ડન ટેનિસની મેન્સ સિંગલની ફાઇનલ આજે વિશ્વના બીજા નંબરના ખેલાડી નોવાક જોકોવિચ અને ગત ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ વચ્ચે રમાશે
