ચાલુ શિયાળુ સત્રમાં સંસદની કાર્યવાહી આજે સુચારૂરૂપે ચાલે અને ખોરવાય નહીં તે માટે સરકાર અને વિરોધ પક્ષો સહમત થયા છે.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગઇકાલે સંસદ ભવનમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન શ્રી બિરલાએ તમામ સભ્યોને ગૃહની કાર્યવાહી ચાલવા દેવા વિનંતી કરી હતી. બેઠકમાં, નેતાઓ લોકસભાની કાર્યવાહી અવિરત ચાલે તે સુનિશ્ચિત કરવા સહમત થયા હતા.
સતત પાંચ દિવસથી સંસદની કાર્યવાહી થઇ રહી નથી.. સંભલ હિંસા, એક વેપારી જૂથ સામે લાંચનો આરોપ સહિતના મુદ્દાઓને લઇને વિપક્ષોએ રાજ્યસભા અને લોકસભામાં હોબાળો મચાવ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 3, 2024 9:29 એ એમ (AM) | સંસદ
વિપક્ષો સાથે સહમતી સધાતા આજથી સંસદના બંને ગૃહોની કાર્યવાહી સુચારૂ રૂપે ચાલે તેવી શક્યતા
