ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 28, 2024 1:53 પી એમ(PM) | સંસદ

printer

વિપક્ષોના ભારે શોરબકોર અને સૂત્રોચ્ચાર બાદ સંસદના બંને ગૃહોની કામગીરી આવતીકાલ સવારના અગિયાર વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી

વિપક્ષોના ભારે શોરબકોર અને સૂત્રોચ્ચાર બાદ સંસદના બંને ગૃહોની કામગીરી આવતીકાલ સવારના અગિયાર વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી છે..
આજે સવારે જ્યારે લોકસભાની બેઠક મળી, ત્યારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે અને અન્ય સહિતના વિપક્ષી પક્ષોએ એક અગ્રણી વેપારી જૂથ સામે કથિત લાંચના આરોપો સહિતના વિવિધ મુદ્દાઓ પર હંગામો મચાવ્યો હતો. વિરોધ કરી રહેલા સભ્યો સૂત્રોચ્ચાર કરતા વેલ સુધી ધસી ગયા હતા. જેને કારણે સંસદના બંને ગૃહોની કામગીરી પહેલા બાર વાગ્યા સુધી સ્થિગત કરી દેવાઇ હતી. બપોરે બાર વાગ્યા બાદ કામગીરી ફરી શરુ થઇ હતી અને લોકસભાના અધ્યક્ષે પ્રશ્તોત્તરી માટેની કામગીરી કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિપક્ષોના હોબાળાને કારણે આ કામગીરી ન થઇ શકતા લોકસભાની કાર્યવાહી આવતીકાલ ઉપર મોકૂફ રખાઇ છે. રાજ્યસભામાં પણ સ્થિતિ યથાવત રહેતા તેને પણ મોકૂફ રાખવાની ફરજ પડી હતી. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષોના આવા અભિગમને વખોડ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ