વિપક્ષના વિરોધ વચ્ચે આજે સંસદના બંને ગૃહોમાં વક્ફ સુધારા બિલ 2024 સંબંધિત સંયુક્ત સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો.
લોકસભામાં સંયુક્ત સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે અહેવાલ રજૂ કર્યો. આ અહેવાલ પર વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો. હોબાળા વચ્ચે, કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે જો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા રિપોર્ટમાં અસંમતિ નોંધનો સમાવેશ કરવાની મંજૂરી આપે, જેની વિપક્ષી સભ્યો માંગ કરી રહ્યા છે, તો ભારતીય જનતા પાર્ટીને તેની સામે કોઈ વાંધો નહીં હોય. કોંગ્રેસ, ડીએમકે, સમાજવાદી પાર્ટી, ટીએમસી અને અન્ય વિપક્ષી પક્ષોએ રિપોર્ટનો વિરોધ કરતાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 5:38 પી એમ(PM) | સંસદ
વિપક્ષના વિરોધ વચ્ચે આજે સંસદના બંને ગૃહોમાં વક્ફ સુધારા બિલ 2024 સંબંધિત સંયુક્ત સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો
