ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 10, 2025 7:33 પી એમ(PM)

printer

વિધાનસભા ગૃહમાં રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના દરેક ગામો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ 4 હજાર 804 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કુલ 13 ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ થઈ છે

વિધાનસભા ગૃહમાં રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના દરેક ગામો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ 4 હજાર 804 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કુલ 13 ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં દિયોદર-લાખાણી પાઇપલાઇન યોજના અંતર્ગત 923 કરોડ રૂપિયાના ખર્ચે 53.70 કિલોમીટર લાંબી અને થરાદ-ધાનેરા પાઇપલાઇન યોજના અંતર્ગત 1 હજાર 150 કરોડ રૂપિયાના ખર્ચે 63.86 કિલોમીટર લાંબી પાઇપલાઇન નખાશે. આ બંને પાઇપલાઇનની કામગીરી આગામી બે વર્ષમાં પૂર્ણ થશે.
ધારાસભ્યના પ્રશ્નનો જવાબ આપતાં જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકામાં સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચાડવાની પ્રથમ તબક્કાની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે. શ્રી પટેલે ઉમએયુ કે નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકરફીટ પાણીના વિતરણ અન્વયે અલગ અલગ યોજના કાર્યરત છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ