ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 27, 2025 7:51 પી એમ(PM)

printer

વિધાનસભામાં ગુજરાત સ્ટેમ્પ સુધારા ખરડો 2025 પસાર.

વિધાનસભામાં આજે ગુજરાત સ્ટેમ્પ સુધારા ખરડો 2025 પસાર કરાયો છે. ગૃહમાં ખરડો રજૂ કરતાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું, કાયદાનું સરળીકરણ કરવા અને વહીવટમાં પારદર્શકતા વધારવા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958માં સુધારા કરાયા છે. ખરડા મુજબ, વડિલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરાતા હક્ક કમીના લેખ ઉપરની ડ્યૂટી 4.90 ટકાથી ઘટાડીને ફક્ત 200 રૂપિયાના સ્ટેમ્પ ઉપર થઈ શકશે.
જ્યારે ગીરો લેખ માટેની ડ્યૂટીમાં 80 ટકા ઘટાડો કરાતાં એક કરોડ રૂપિયા સુધીનું ધિરાણ મેળવવા 25 હજાર રૂપિયાની ડ્યૂટી ઘટાડીને વધુમાં વધુ પાંચ હજાર રૂપિયા કરવામાં આવી. તો મૉર્ગેજના લેખ પર ડ્યૂટી ભરપાઈ કરવાની બૅન્કોની જવાબદારી નક્કી કરાતાં સામાન્ય વ્યક્તિને તેનો લાભ થશે. આ ઉપરાંત ગીરોમુક્તિ લેખ તથા ભાડાપટ્ટા લેખ માટે ઘરેબેઠાં ઇ-રજિસ્ટ્રેશન કરી શકાશે, લોકોએ સબ રજિસ્ટ્રાર કચેરી સુધી નહીં જવું પડે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ