ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 28, 2025 7:11 પી એમ(PM) | વિધાનસભા

printer

વિધાનસભામાં ગુજરાત જમીન મહેસુલ સુધારા વિધેયક 2025, ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક અને ગુજરાત ગૌ-વંશ સંવર્ધન નિયમન વિધેયક 2025” પસાર

વિધાનસભામાં આજે ગુજરાત જમીન મહેસુલ સુધારા વિધેયક 2025, ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક અને ગુજરાત ગૌ-વંશ સંવર્ધન નિયમન વિધેયક 2025” પસાર કરાયું.
ગૃહમાં ગુજરાત જમીન મહેસુલ સુધારા વિધેયક રજૂ કરતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું, રાજ્યમાં બિનખેતી કરાવ્યા વિનાની જમીન પર મંજૂરી વિના કરેલા બાંધકામ અને મિલકતના હક આપી, વિશેષ આર્થિક લાભ આપવાના હેતુથી બિલમાં સુધારો કરાયો.
ગૃહમાં ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક રજૂ કરતા મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, રાજ્યમાં ફિશરીઝ ડેવલોપમેન્ટ અને એક્વાકલ્ચર પ્રમોશન માટે આ વિધેયક મહત્વપૂર્ણ સાબિત થશે.
સુધારા વિધેયકના પરિણામે રાજ્યના મત્સ્ય હાર્બર અને લેન્ડિંગ સેન્ટરો ખાતે સલામતી અને સ્વચ્છતાની વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે. તેમજ વિધેયકથી રાજ્ય સરકાર અને માછીમાર બંન્ને માટે દીવાદાંડી સમાન એક વિશેષ સત્તામંડળ ઉભું થશે તેમ પણ શ્રી પટેલે કહ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ