ભારતીય જનતા પાર્ટીએ આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે અને મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલે કામઠીથી પક્ષના ઉમેદવાર હશે. રાજ્યમંત્રી ગિરીશ મહાજન જામનેરથી અને સુધીર મુનગંટીવાર બલ્લારપુર વિધાનસભા મતવિસ્તારથી ભાજપના ઉમેદવાર હશે.
મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે.
Site Admin | ઓક્ટોબર 20, 2024 7:11 પી એમ(PM)