વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પેરિસમાં ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બેરોટ સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન, બંને પક્ષોએ દ્વિપક્ષીય સહયોગના મુખ્ય ક્ષેત્રો અને ચાલુ વૈશ્વિક પડકારો પર ચર્ચા કરી. તેમણે આગામી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એક્શન સમિટ અંગે પણ ચર્ચા કરી. વિદેશ સચિવ મિશ્રીએ ફ્રાન્સના યુરોપ અને વિદેશ બાબતોના મંત્રાલયના સેક્રેટરી-જનરલ સાથે ભારત-ફ્રાન્સ વિદેશ કાર્યાલય પરામર્શનું સહ-અધ્યક્ષતાપદ પણ સંભાળ્યું હતું. આ બેઠકમાં ભારત-ફ્રાન્સ હોરાઇઝન 2047 રોડમેપમાં દર્શાવેલ દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 22, 2025 11:01 એ એમ (AM)
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પેરિસમાં ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બેરોટ સાથે મુલાકાત કરી.
