વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસીય મુલાકાતે જશે. બર્લિનની મુલાકાત દરમિયાન ડૉક્ટર જયશંકર દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવા અને સહયોગ માટે વધુ તકો ચકાસવાના ઉદ્દેશ્ય સાથે જર્મન વિદેશમંત્રી અને અન્ય મુખ્ય નેતાઓને મળશે. વિદેશ મંત્રીની બર્લિનની મુલાકાત જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની આગામી મહિને ભારતની યાત્રા માટેનો તખ્તો ઘડશે.
ઉલ્લેખનીય છે કે, જર્મની ભારતના મહત્ત્વના વેપારી ભાગીદારો પૈકીનું એક અને સીધા વિદેશી રોકાણ-FDIનું અગ્રણી સ્ત્રોત છે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 7:46 પી એમ(PM) | વિદેશ મંત્રી