વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર આગામી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન-SCO બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે, ઈસ્લામાબાદમાં આગામી 15 અને 16મી ઓક્ટોબરે યોજાનારી આ બેઠકમાં પાકિસ્તાનની મુલાકાત દરમિયાન શ્રી જયશંકરની દ્વિપક્ષીય બેઠક અંગે હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
કોલંબોમાં ગઈકાલે શ્રીલંકાના વિદેશમંત્રી વિજિથા હેરથ સાથેની બેઠક દરમિયાન ડોક્ટર જયશંકરે શ્રીલંકાનાં પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટ્સને ભારતની વર્તમાન વિકાસ સહાય ચાલુ રાખવાની ખાતરી આપી હતી એમ વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે નેબરહુડ ફર્સ્ટ પોલિસી તથા દરિયાઇ સહકાર પર ધ્યાન કેન્દ્રીત કરતા સાગર કાર્યક્રમ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
Site Admin | ઓક્ટોબર 5, 2024 10:07 એ એમ (AM) | વિદેશ મંત્રી