ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 4, 2024 7:55 પી એમ(PM) | વિદેશ મંત્રી

printer

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે નેબરહુડ ફર્સ્ટ પોલિસી તથા દરિયાઇ સહકાર પર ધ્યાન કેન્દ્રીત કરતા સાગર કાર્યક્રમ પ્રત્યે ભારતની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે નેબરહુડ ફર્સ્ટ પોલિસી તથા દરિયાઇ સહકાર પર ધ્યાન કેન્દ્રીત કરતા સાગર કાર્યક્રમ પ્રત્યે ભારતની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. કોલંબોમાં આજે શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિથા હેરથ સાથેની બેઠક દરમિયાન ડોક્ટર જયશંકરે શ્રીલંકાનાં પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટ્સને ભારતની વર્તમાન વિકાસ સહાય ચાલુ રાખવાની ખાતરી આપી હતી એમ વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
ડોક્ટર જયશંકરે શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે, પ્રધાનમંત્રી હારિણી અમારાસુરિયા સાથે બેઠકો યોજી હતી. શ્રી જયશંકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વતી રાષ્ટ્રપતિ દિસાનાયકેને ભારત મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું હતું.
વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર આગામી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન -SCO બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે,
ઈસ્લામાબાદમાં 15-16 ઓક્ટોબરના રોજ યોજાનારી આ બેઠકમાં પાકિસ્તાનની મુલાકાત દરમિયાન શ્રી જયશંકરની દ્વિપક્ષીય બેઠક અંગે હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
ઔપચારિક પ્રક્રિયાનાં ભાગ રૂપે પાકિસ્તાને આ બેઠકમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું.
SCO ની બેઠકમાં રાષ્ટ્રનાં વડાએ હાજરી આપવી ફરજિયાત નથી. ભૂતકાળમાં પણ આ બેઠકમાં ભારતના મંત્રીનાં વડપણમાં પ્રતિનિધિમંડળે ભાગ લીઘો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ