વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓના અહેવાલોની સરકારે ગંભીર નોંધ લીધી છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓમાં તોડફોડ કરવામાં આવી છે અને આ વર્ષે ઓગસ્ટમાં સમગ્ર બાંગ્લાદેશમાં મંદિરો અને અન્ય પૂજાસ્થળો પર હુમલા થયા છે.ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે,બાંગ્લાદેશમાં તાજેતરના પૂજા તહેવાર દરમિયાન મંદિરો અને પૂજા મંડપ પર હુમલાના અહેવાલો પણ પ્રકાશમાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, ઢાકામાં ભારતીય ઉચ્ચાયુક્ત બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિપર સતત નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે, લઘુમતીઓ સહિત બાંગ્લાદેશના તમામ નાગરિકોના જીવન અનેસ્વતંત્રતાના રક્ષણની પ્રાથમિક જવાબદારી બાંગ્લાદેશ સરકારની છે.
Site Admin | નવેમ્બર 29, 2024 6:22 પી એમ(PM)