વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકરે ભારત અને રશિયા વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે. તેમણે મુંબઈમાં ઈન્ડિયા-રશિયા બિઝનેસ ફોરમમાંચાવીરૂપ વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે રશિયાના પ્રથમનાયબ વડા પ્રધાન ડેનિસ માન્તુરોવ તથા અન્ય મહાનુભાવો હાજર હતા. ડોક્ટર જયશંકરે જણાવ્યુંકે હાલમાં,બંને દેશો વચ્ચેનો વેપાર 66 અબજ ડોલરનો છે.તેમણે વિશ્વાસ વ્યક્તકર્યો હતો કે આ વેપાર 2030 સુધીમાં 100 અબજ ડોલરના આંકને પાર કરી જશે. તેમણે કહ્યુંકે બંને દેશો પરિવહન,બેન્કિંગ જેવા ક્ષેત્રો સાથે સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે કામકરી રહ્યા છે.
Site Admin | નવેમ્બર 11, 2024 7:53 પી એમ(PM)