ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે પોર્ટ લુઇસમાં મોરેશિયસના પ્રધાનમંત્રીપ્રવિંદ જુગનૌથની મુલાકાત લીધી

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે પોર્ટ લુઇસમાં મોરેશિયસના પ્રધાનમંત્રીપ્રવિંદ જુગનૌથની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ ભારત-મોરેશિયસની વિશેષ અને લાંબીભાગીદારી અંગે ચર્ચા કરી હતી. શ્રી જયશંકરે જણાવ્યું કે, તેઓ  બંને દેશો વચ્ચે વિશેષસંબંધોને આગળ ધપાવવા આશાવાદી છે.શ્રી જગનૌથ અને ડોક્ટર જયશંકરે 12 ઉચ્ચ સ્તરીય સામુદાયિક વિકાસ પ્રોજેક્ટ્સનુંઉદઘાટન કર્યું હતું. બંને નેતાઓએ અવકાશ સંશોધન, અભ્યાસક્રમસંશોધન માટેની રાષ્ટ્રીય સંસ્થા, સંસ્કૃત અને ભારતીયદર્શનશાસ્ત્ર માટે આઇસીસીઆઇ ચેરને રીન્યુ કરવા માટેનાં સમજૂતિપત્રોની આપ-લે કરીહતી.
ડોક્ટર જયશંકરે મોરેશિયસમાં સાતમી પેઢીનાં નાગરિકોને ઓવરસીઝ સિટિજન ઓફ ઇન્ડિયા-ઓસીઆઇ કાર્ડ વિતરીત કર્યા હતા. વિદેશ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું કે, આ મુલાકાત ભારત-મોરેશિયસ વચ્ચેના સંબંધોનાં મહત્વ પર ભાર મૂકે છે અને ભારતનીપડોશી પ્રથમ નિતી, વિઝન સાગર અને ગ્લોબલ સાઉથ પ્રત્યેનીપ્રતિબધ્ધતા દર્શાવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ