વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ જયશંકર આજથી છ દિવસ ઑસ્ટ્રેલિયા અને સિંગાપોરના પ્રવાસે જશે. દરમિયાન તેઓ બ્રિસબેન જશે અને ઑસ્ટ્રેલિયામાં ભારતના ચોથા વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કરશે. તેઓ કેનબરા ખાતે ઑસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેન્ની વૉન્ગ સાથે વિદેશ મંત્રીસ્તરના માળખાકીય સંવાદની 15મી બેઠકની સહ-અધ્યક્ષતા કરશે.
વિદેશ મંત્રી ઑસ્ટ્રેલિયાના સંસદ ભવન ખાતે બીજા રાયસીના ડાઉન અંડરના ઉદ્ઘાટન સત્રને પણ સંબોધિત કરશે. ડૉ. જયશંકર ઑસ્ટ્રેલિયાના નેતાઓ, સાંસદો, પ્રવાસી ભારતીય સમુદાયના સભ્યો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, મીડિયા સહિત અન્ય અગ્રણીઓ સાથે સંવાદ કરશે. પ્રવાસના બીજા તબક્કામાં શ્રી જયશંકર આઠ નવેમ્બરે સિંગાપોર પહોંચશે.
દરમિયાન તેઓ આશિયાન-ભારત થિન્ક ટેન્કની આઠમા ગોળમેજી સંવાદને પણ સંબોધિત કરશે. તેઓ બંને દેશ વચ્ચેની ભાગીદારીની સમીક્ષા અને દ્વિપક્ષીય સંબંધ વધુ ગાઢ બનાવવાના માર્ગ શોધવા માટે સિંગાપોરના નેતાઓ સાથે બેઠક યોજશે.
Site Admin | નવેમ્બર 3, 2024 1:48 પી એમ(PM) | કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર